જયારે હું ૧૦ માં ધોરણ માં આવ્યો ત્યારે બધા મને કહેતા કે એક વાર મેહનત કરી લે પછી શાંતિ જ છે. પછી ૧૨ માં પણ તેજ કે એક વાર મેહનત કરી લે પછી શાંતિ જ છે. પછી કોલેજ માં સારા માર્ક્સ લાવજો તો સારી નોકરી મળશે. આમ તો બધા મારા માટે જ કેહતા હતા અને અત્યારે હું એ બધા નો આભારી છું. જયારે આપણે કેરિયર બનાવા માં પડ્યા હોઈ એ ત્યારે આપણને કોઈ મોટીવેટ કરે તો ઘણો ફેર પડે. જો તમે ક્યારેય જીતેન્દ્ર અઢિયા કે સ્નેહ દેસાઈ ના સેમીનાર માં ગયા ના હોવ તો એટલીસ્ટ એક વાર તો જજો જ અને જો ના મેળ પડે તો તેની સીડી તો જોજો જ . થોડાક દિવસો પેલા મારા એક મિત્ર એ મને કહ્યું કે તેનો ભાઈ ૧૨ માં ધોરણ માં છે અને બોર્ડ ની પરીક્ષા છે તો તેને મળતા આવીએ હું તેની સાથે ગયો. મારા મિત્ર નો ભાઈ વાંચતો હતો અમે બેઠા થોડીવાર પછી મેં તેને પરીક્ષા નો તનાવ દુર થાય તે માટે થોડી વાતો કરી પછી મેં તેને મોટીવેટ કરવાનું ચાલુ કર્યું. એને એવો ડોઝ આપી દીધો ને કે તે પછી તેની તૈયારી વધુ સારી થઇ ગઈ. તમે પોતાનેજ ઘણી વાર મોટીવેટ કરતા જ હશો પણ એક વાર કોશિશ કરજો બીજા કોઈ ને મોટીવેટ કરવાની અને પછી જોજો.
nice one... keep continuing such writing
ReplyDeleteNipesh