Tuesday, 2 March 2021

સુખ જોઈએ કે દુઃખ?

 આપણે ફક્ત આપણું શરીર જ નથી. કે નથી આ જીવ કે આત્મા કે નથી મન.. 

આપણે આ બધા ની સાથે એક દુનિયા છીએ. આપણી આજુ બાજુ આપણે ભેગું કર્યું છે કે જેમાં તમે તમારી સંપત્તિ ગણો કે સંતતિ ગણો કે પરિવાર કે સમાજ કે મિત્રો કે સાગા સંબંધી ગણો કે આપણું ઘર કે ફર્નિચર કે નાના અમથા કુંડા માં વાવેલા છોડવા.. કે કોઈને સામે ફક્ત "કેમછો?" કેહવા ના સંબંધ ગણો કે ફક્ત સ્માઈલ કરવા વાળા સંબંધ ગણો. 

આમાંથી ક્યારેય કઈ પણ ફેરફાર થાય ત્યારે તેની તમારા પર સીધી જ અસર થાય છે. છોડવા મુરઝાઈ ગયા તો પણ દુઃખ.. કોઈ સંબંધ માં તિરાડ પડે તો પણ દુઃખ. કે પછી કઈ નુકશાન થઇ જાય તો પણ દુઃખ. ક્યારેક તો મેં અનુભવ્યું છે કે ગમે તેટલું સુખ આવે તો પણ કઈ કારણ વગર દુઃખી થવાય છે. 

આપણે ગમે તેટલા ફાંફા મારીયે પણ જો સુખ ની ઈચ્છા રાખીશું તો દુઃખ પણ સાથે આવશે જ.. તો પછી દુઃખ થી દૂર થવા કરતા સુખ ની આશા પણ થોડી ઓછી કરી નાખીયે તો?

-Ankit

No comments:

Post a Comment